બોલી

Share:
● *બોલી* એ કોઇપણ પ્રદેશની ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે.
●ગુજરાતની *સુરતી બોલી, કચ્છી બોલી, મહેસાણી બોલી, કાઠિયાવાડી બોલી* વગેરે.
●આ બધા માંથી *મહેસાણી બોલી* નો અનોખો અંદાજ અને અનોખી છટા છે જે પૈકીના થોડાક શબ્દો કંઈક આ મુજબ છે
૧.હેડ ( ચાલ )
૨.ચમ (કેમ)
૩.ચો (ક્યાં)
૪.હુ (શુ)
૫.ઝયડુ (કાંટાનું ઝાડું)
૬.ભમરાળો (નસીબ વગરનો)
૭.પમજાર્યો,ખંચેર્યો (માર પડવો)
૮.રોલો,રૂંગો (ગાંડો)
૯.બુશટ (શર્ટ)
૧૦.ડોમચિયો (સાધન-સામગ્રી)ગોદડા મુકવાનુ ટેબલ
૧૧.મોચડો (ખેતરમાં જમીનથી ઊંચે સુવાની જગ્યા)
૧૨.શેડું (ખેતરમાં આવવા જવાનો રસ્તો)
૧૩.બાલીકોર (બહારની બાજુ)
૧૪.ફુંગર્યા (ગુસ્સે થવુ)
૧૫.ડોવું (ભેંશ)
૧૬.રાગે-રાગે (ધીરે ધીરે)
૧૭.દન્દુડી (પાણી ની ધાર)
૧૮.રઘવા (ઉતાવળ)
૧૯.નૅચર (નીચે)
૨૦.ચાણ આયે (ક્યારે આવીશ)
૨૧.પાલું (ગ્લાસ)
૨૨.ભોડુ (માથું)
૨૩.ભુડા (ભલા માણસ)
૨૪.બાતલ (નકામો)
૨૫.ધુશ (ધૂમ)
૨૬.ટેટા (ફટાકડા)
૨૭.ડખો (ઝગડો)
૨૮.લૂગડાં (કપડાં)
૨૯.ભંભોલો (ફુગ્ગો)
૩૦.બોમ (બામ)
૩૧.ધોળું-ધબ (એકદમ સફેદ)
૩૨.ઘઇડી (ઉંમરવાળું)
૩૩.લોબેણ (લાબું અંતર)
૩૪.ઉપરાળુ (પક્ષ)
૩૫.ગણગારતા (વાત ના સાંભળવી)
૩૬.કજીયાળો ( ઝગડાખોર)
૩૭.બુદ્ધિનો બારદાન ( ડફોળ )
૩૮.કાયો ( ગુસ્સાવાળો)
૩૯.હા ખા ( શાંતિ રાખ)
૪૦.ટોગા (પગ)
૪૧.નેના-દયોર ( નાલાયક )
૪૨.પોણી ( પાણી )
૪૩.બુન (બહેન)
૪૪.હાહરો(સસરો)
૪૫.બોઘો(પાગલ જેવો)
૪૬.હાવ(સાવ)
૪૭.હાચુ(સાચુ)
૪૮.હવડ(હમણા)
૪૯.પોચ-પાચ
૫૦.પોણી- પાણી
========●●●●==============
ઝાલાવાડ,કાઠિયાવાડ,સોરઠના કેટલાક સામાન્ય શબ્દો;-
૧.આ ઘડી-હમણા
૨.અત્તર ઘડી-અત્યારે જ
૩.દિયોર-સાલુ
૪.બરકે-બોલાવે
૫.કટકબટક-ઝડપથી કરાતો સુકો નાસ્તો...
૬.શિરામણ-સવારનો નાસ્તો
૭.ચળુ,વાળુ-સાજનુ ખાણુ
૮.રોઢો-બપોરનુ ખાણુ
૯.બગબગુ-પરોઢ
૧૦.પોર-આવતા વરસે
૧૧.પુગી/પો'ગી ગ્યા-પહોચી ગયા
૧૨.સા-ચા/શ્વાસ
૧૩.વિહામો / થાકલો = વિસામો / થાક ખાવા માટેનું સ્થળ (કાઠિયાવાડ)
૧૪.ઢૂસો = ગાદલાંનો ઢગલો (જૂનાગઢ)

No comments